ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસના કોચ નરેશકુમારનું નિધન

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી અને ભૂતપૂર્વ ડેવિસ કપ કેપ્ટન નરેશકુમારનું કોલકાતામાં નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. તેઓ ઓલિમ્પિક મેડલિસ્ટ ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસના મેન્ટર હતા. તેમના પરિવારમાં પત્ની સુનીતા, પુત્ર અર્જુન, પુત્રી ગીતા તથા પ્રેહ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નરેશકુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

1952માં ડેવિસ કપમાં ડેબ્યુ કરવાવાળા નરેશે તેમની કેરિયરમાં 101 વિમ્બલ્ડન મેચ રમી હતી.  વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડ સુધી પહોંચવાની તેમની કેરિયરમાં સૌથી મોટી સફળતા છે. તે ગયા સપ્તાહે ઉંમર અને આરોગ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા.

તેમણે તેમની કેરિયરમાં પાંચ સિંગલ ટ્રોફી જીતી હતી, જેમાં આઇરિશ ચેમ્પિયનશિપ (1952, 1953), વેલ્શ ચેમ્પિયનશિપ (1952), ફ્રિંટન-ઓન-સી એસેક્સ ચેમ્પિયનશિપ (1957) અને વેંગેન ટુર્નામેન્ટ (1958)નું ટાઇટલ જીત્યું હતું. તેમણે નરેશને 1969માં એશિયન ચેમ્પિયનશિપમાં છેલ્લી ટુર્નામેન્ટ રમી હતી.

નરેશે 1990માં ભારતીય કેપ્ટનના રૂપે જાપાનની સામે ડેવિસ કપની ટીમમાં 16 વર્ષીય લિયેન્ડર પેસને સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પેસ એ પછી ભારતીય ટેનિસનો સૌથી સફળ ખેલાડી બન્યો હતો. અર્જુન એવોર્ડવિજેતા નરેશકુમાર 2000માં દ્રોણાચાર્ય લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરનારા પહેલા ટેનિસ કોચ બન્યા હતા. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)એ નરેશકુમારના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે તેમના જવાથી પુરાય નહીં એવી ખોટ પડી છે અને તેમના આત્માને પ્રભુ શાંતિ આપે.