ટીમ ઇન્ડિયાએ સાત સબક ઓસ્ટ્રેલિયાને શીખવાડ્યા

સિડનીઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની સિરીઝ જીત્યા પછી સિનારિયો બદલાઈ ગયો છે. પહેલાં વિદેશ પ્રવાસમાં ટીમને શીખવા માટે કહેવામાં આવતું હતું, હવે ટીમથી કંઈક શીખવા માટે કહેવામાં આવે છે, પછી ભલે એ ઓસ્ટ્રેલિયા જ કેમ ના હોય? ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને સાત સબક શીખવાડીને આવી છે. જેના વિશે ઓસ્ટ્રેલિયા મિડિયા પણ વાત કરી રહ્યું છે.

પુજારા જેવો યોદ્ધા જરૂરી

ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારા જેવો જરૂરી છે, જે ટીમ ઇન્ડિયા પાસે છે, પણ ઓસ્ટ્રેલિયા પાસે તેના જેવો ક્રિકેટર એક પણ નથી.

મોટા નિર્ણય

ટીમની પસંદગીમાં ઇમાનદારી બતાવી છે, પછી ભલે પૃથ્વી શોને ટીમથી બહાર કાઢ્યો હોય કે પછી શુભમન ગિલને ઓપનિંગમાં પ્રમોટ કર્યો હોય.

હિંમતથી ખૂલી કિસ્મત

ટીમ ઇન્ડિયાએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. એક બાજુ પુજારાએ વિકેટ સંભાળી તો બીજી બાજુ બેટ્સમેનોએ સ્કોર બોર્ડને વધારવાનું જારી રાખ્યું.

હિટ થવાની ગેરન્ટી

ટીમ ઇન્ડિયાએ ફિટનેસને બહુ મહત્ત્વ આપ્યું, જેથી ભારતની ટીમ બ્રિસ્બેનમાં જરૂર વખતે ઓસ્ટ્રેલિયાનો કિલ્લો સર કરવામાં સફળતા મેળવી.

વિકેટની ચિંતા નહીં

બ્રિસ્બેનમાં ટીમે વિકેટ કેવી છે એ વિશે વિચાર્યું નહીં અને એ પણ ના વિચાર્યું કે ઓસ્ટ્રેલિયા ટીમ આ પિચ પર હારી નથી. વળી ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

સરસ હોમવર્ક

ટીમ ઇન્ડિયાની શોર્ટ બોલ હથિયાર છે, પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ સારુએવું હોમવર્ક કર્યું હતું. તેમણે કલાકો સુધી શોર્ટ બોલ રમવા માટે પ્રેક્ટિસ કરી હતી. જેનો લાભ તેમને મેચમાં મળ્યો હતો.

યોગ્ય પસંદગી

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે ક્રિકેટરોની પંસદગી તેમના આંકડાને ધ્યાનમાં રાખીને નહીં, પણ કાબિલિયતને પરખી. નહીં તો વોશિંગ્ટન સુંદરને ડેબ્યુ કરવાની તક ના મળતાં.