રોહિતની કેપ્ટનશિપમાં T20i રેન્કિંગમાં ટોચે પહોંચી ટીમ ઇન્ડિયા

કોલકાતાઃ ઇડન ગાર્ડન્સમાં ત્રીજી મેચ જીતીને ભારતે સ્લીન સ્વિપ કર્યું છે. એ સાથે ICC T20i રેન્કિંગમાં ઇન્ગલેન્ડમાં પાછળ રાખતાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ભારત સૂર્યકુમાર યાદવની ધુઆંધાર અડધી સદીની ઇનિંગ્સની મદદથી અને બોલરોના સટિક શાનદાર દેખાવથી ત્રીજી અને છેલ્લી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 17 રનથી હરાવીને T20i સિરીઝ 3-0થી પોતાને નામે કરી હતી. આ ભારતની સતત નવમી T20 જીત છે, જ્યારે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં સતત છઠ્ઠી જીત હતી. ભારત આ પહેલાં 2019માં ઓસ્ટ્રેલિયા સામે T20માં ઘરેલુ સિરીઝ હાર્યું હતું.

રવિવારે ઇડનગાર્ડનમાં દિવસઆખો વરસાદ નહોતો આવ્યો રહ્યો, પણ સાંજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની સિરીઝની ત્રીજી T20iમાં સૂર્યકુમાર અને વેંકટેશ ઐયરની આક્રમક બેટિંગથી WI સામે પાંચ વિકેટે 184 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. વળી, એ પિચ પર આટલો સ્કોર પર્યાપ્ત હતો, કેમ કે ભારત વેસ્ટ ઇન્ડીઝને નવ વિકેટે 167 રનનો સ્કોર રાખવામાં સફળ થયું હતું. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે સિરીઝ અને T20iની સિરીઝ જીતી લીધી હતી.

ટીમ ઇન્ડિયાએ પહેલી બેટિંગ કરતાં 184 રન બનાવ્યા હતા, જેમાં સૂર્યકુમારે સાત છક્કાની મદદથી 31 રનમાં 65 રન બનાવ્યા હતા તો વેંકટેશે પણ બે છક્કાની મદદથી 19 બોલમાં 35 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે ઓલરાઉન્ડર દેખાવ કરતાં બે વિકેટ પણ લીધી હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]