પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાના 534 રનના લક્ષ્યાંક સામે કાંગારુ બેટસમેનોનો દાવ 238 રન કરી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.
આ જીત સાથે ટીમ ઇન્ડિયા ફરી એક વાર WTC પોઈન્ટ ટેબલમાં નંબર-1 બની ગઈ છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજા દિવસની રમતમાં યશસ્વી જાયસ્વાલ અને વિરાટ કોહલીની સદીને આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. આનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 89 રન બનાવ્યા હતા.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏
A dominating performance by #TeamIndia to seal a 295-run victory in Perth to take a 1-0 lead in the series! 💪 💪
This is India’s biggest Test win (by runs) in Australia. 🔝
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo#AUSvIND pic.twitter.com/Kx0Hv79dOU
— BCCI (@BCCI) November 25, 2024
ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ખાસ વાત એ છે કે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા આ અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે.
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી.