T20 વિશ્વ કપઃ 27 બોલમાં સદી અને ચાર ઓવર મેડન, ત્રણ વિકેટ

નવી દિલ્હીઃ ICC T20 ઇન્ટરનેશનલ વિશ્વ કપ ઊલટફેરનો અને રેકોર્ડની વણજારનો રહ્યો છે. આ વિશ્વ કપના ક્રિકેટ ઇતિહાસમાં બોલ અને બેટથી એવા રેકોર્ડ જોવા મળ્યા છે, જેને તોડવા કદાચ અન્ય ક્રિકેટર માટે સંભવ નહીં હોય. પહેલા એસ્ટોનિયા માટે સાહિલ ચૌહાણે 27 બોલમાં T20 ઇન્ટરનેશનલની સૌથી ઝડપી સદી ફટકારી હતી અને કેટલાય રેકોર્ડ તોડ્યા હતા. ત્યાર બાદ ICC T20 વિશ્વ કપમાં ન્યુ ઝીલેન્ડના લોકી ફર્ગ્યુસને અદભુત બોલિંગનું પ્રદર્શન કરતાં ચાર ઓવર મેડન ફેંકી હતી અને ત્રણ વિકેટ હાંસલ કરી હતી અને કેટલાક રેકોર્ડ પોતાને નામે કર્યા હતા. એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાઇપ્રસની વિરુદ્ધ મેચમાં માત્ર 27 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.

મિરેકલ રેકોર્ડનો મન્ડે

સાહિલ ચૌહાણે સાઇપ્રસની વિરુદ્ધ એપિસ્કોપીમાં થઈ રહેલી છ મેચોની સિરીઝની બીજી મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. 32 વર્ષીય ચૌહાણ આ સિરીઝની પહેલી મેચમાં ઝીરો રને આઉટ થયો હતો. જોકે તેણે 351.21ની સ્ટ્રાઇક રેટથી રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. સાહિદે જે 27 બોલમાં સદી ફટકારી હતી એ T20 ઇન્ટરનેશનલ અથવા કોઈ પણ T20 મેચમાં કોઈ પણ બેટર દ્વારા લગાવવામાં આવેલી સૌથી ઝડપી સદી છે.

સાહિલે પહેલાં ત્રણ બોલમાં 6,4,6 ફટકાર્યા હતા, ત્યાર બાદ તેણે છઠ્ઠી ઓવરમાં ચાર છક્કા અને એક ચોક્કો ફટકાર્યો હતો. સાહિલે આઠમી ઓવરમાં ચાર છક્કા લગાવ્યા હતા અને નવમી ઓવરમાં તેણે ત્રણ છક્કા ફટકાર્યા હતા. સાહિલે T20માં ઇતિહાસની સૌથી ઝડ઼પી સદી ફટકારવા સાથે સાઇપ્રસની વિરુદ્ધ 41 બોલમાં છ ચોક્કા અને 18 છક્કાની મદદ 144ની ઇનિંગ્સ રમી હતી. સાહિલ T20 આતરરાષ્ટ્રીય મેચમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ છક્કા મારનાર બેટર પણ બન્યો હતો.

ફર્ગ્યુસનની જોરદાર બોલિંગ

ICC T20 વિશ્વ કપ 2024ના ગ્રુપ Cની મેચમાં ન્યુ ઝીલેન્ડના લોકી ફર્ગ્યુસનએ પાપુઆ ન્યુ ગિનીની વિરુદ્ધ જોરદાર બોલિંગ કરી હતી. તેણે આ મેચમાં ચાર ઓવર ફેંકી હતી, જે મેડન રહી હતી. આ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં માત્ર બીજી વાર એવું થયું હતું કે જ્યારે કોઈ બોલરે ચાર ઓવર મેડન ફેંકી હોય.

T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈ બોલરના સર્વશ્રેષ્ઠ આંકડાનો રેકોર્ડ હવે લોકી ફર્ગ્યુસનને નામે છે. તેણે આ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં બીજા ક્રમાંકે બિન ઝફર છે, જેણ બે વિકેટ લીધી હતી.