એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ એડિલેડમાં રમાઈ હતી, જે ડે-નાઇટ મેચ હતી. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ ભારતની શરમજનક હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટે માત આપીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. હવે બીજી મેચ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાશે.
ભારતે બીજી ઇનિંગ્સમાં 21.2 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 36 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાની સામે મેચ જીતવા માત્ર 90 રનનું લક્ષ્ય હતું. ભારતે પહેલી ઇનિંગ્સમાં 53 રનની લીડ મેળવી હતી. આવામાં 90 રનના લક્ષ્યના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા અને મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી.આ મેચના હીરો કમિન્સ અને જોશ હેઝલવુડ રહ્યા,હતા, જેમણે ક્રમશઃ સાત અને છ વિકેટ લીધી હતી.
That's that from the 1st Test.
Australia win by 8 wickets and go 1-0 up in the four-match series.
Scorecard – https://t.co/dBLRRBSJrx #AUSvIND pic.twitter.com/B00dlrLoeu
— BCCI (@BCCI) December 19, 2020
પિન્ક બોલની અજેય ટીમ ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની ટીમે આઠમી ટેસ્ટ પિન્ક બોલથી રમી અને જીતી લીધી હતી. આ રીતે કાંગારુ ટીમ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં અજેય છે, જ્યારે ભારતીય ટીમની આ બીજી પિન્ક બોલથી ટેસ્ટ હતી. ભારતે દેશમાં પિન્ક બોલથી ટેસ્ટ મેચ જીતી હતી, જ્યારે વિદેશમાં પહેલરી ટેસ્ટ મેચમાં એણે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં કુલ 244 રનનો સ્કોર બનાવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને 53 રનની લીડ મળી હતી. જોકે ભારત બીજી ઇનિંગ્સમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ હતી.