હેલ્મેટ પહેરવા માટે WTCની ફાઇનલમાં દેખાશે નવા નિયમ

લંડનઃ સાત જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં અનેક નવા નિયમો જોવા મળશે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ નવા નિયમ પહેલી જૂનથી લાગુ થશે. આ ફાઇનલ પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં ત્રણ મોટા ફેરફાર થયા છે, જે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઇનલ મેચમાં જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોફ્ટ સિગ્નલ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. સોફ્ટ સિગ્નલ પર ક્રિકેટરોની સાથે-સાથે ફેન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટરો પણ સલાહ આપતા રહે છે, પણ હવે સોફ્ટ સિગનલથી જોડાયેલા નિયમ બદલાઈ ગયા છે. હવે અમ્પાયરોને પોતાના નિર્ણય માટે ત્રીજા અમ્પાયરને રેફર કરવા માટે સોફ્ટ સિગ્નલની જરૂર નહીં પડે.

 આ સિવાય ICCએ એક વધુ ફેરફાર કર્યો છે. વાસ્તવમાં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેલ્મેટની સુરક્ષા પહેલી જૂનથી ફરજિયાત કરી દેવામાં આવી છે.  

ત્રણ નવા નિયમો

  • ઝડપી બોલરોનો સામનો કરતી વખતે બેટ્સમેને હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.
  • ઝડપી બોલરોની સામે સ્ટમ્પ પાસે કીપિંગ કરતા વિકેટકીપરે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.
  • વિકેટની સામે બેટ્સમેનની નજીક ફિલ્ડિંગ કરતા ફિલ્ડરે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.

 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની સામે કાંગારુઓનો પડકાર હશે. બંને ટીમો સાત જૂને ઓવલમાં સામસામે હશે. ટીમ ઇન્ડિયા સતતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હશે. આ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.