નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુના ક્રિકેટ ડિરેક્ટર માઇકલ હેસનનું માનવું છે કે IPL મેચમાં વચ્ચેની અને છેલ્લી ઓવરોમાં ગ્લેન મેક્સવેલની આક્રમક બેટિંગ તેમની ટીમ માટે ઘણી ઉપયોગી સાબિત થશે અને એનાથી મોટા સ્ટાર ક્રિકેટરને ખૂલીને રમવાની તક મળશે. સરેરાશ દેખાવ છતાં IPLની લિલામીમાં મોંઘી કિંમતે વેચાતા મેક્સવેલને RCBએ રૂ. 14.25 કરોડમાં ખરીદ્યો છે, જ્યારે પંજાબ કિંગ્સે તેને છોડવાનો નિર્ણય લીધો હતો.
હેસને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે શાનદાર છે અને વચ્ચેની ઓવરોમાં અમને તેની જરૂર છે. તેની પાસે અપાર અનુભવ છે. તેમણે કહ્યું હતું કે ફોર્મમાં રહેતા તે એકલો મેચ જિતાડી શકવા સક્ષમ છે. અમને તેની કાબેલિયત પર પૂરો વિશ્વાસ છે. અમારે એ જોવાનું છે કે તે હવે કેવી રીતે કરી શકે છે.
હેસને કહ્યું હતું કે હું તેનાથી વાત કરીશ અને તેની ભૂમિકા વિશે બતાવીશ. તેની પાસે કૌશલ અને અનુભવ છે અને તે નેતૃત્વ કરવાવાળા ટીમનો હિસ્સો હશે.
6.9 ફૂટ લાંબો કાઇલ જૈમિસન ટેસ્ટ ક્રિકેટમાં ન્યુ ઝીલેન્ડ ટીમનો નાયક રહ્યો છે, પરંતુ હેસનનું માનવું છે કે તેની હાઇટને લીધે તે બોલમાં ઉછાળ લાવી શકશે. તે RCB માટે ઘણો ઉપયોગી સાબિત થશે. જે મેદાનમાં સ્વિંગ અને ઉછાળ મળશે, ત્યાં તે ઘણો સાબિત થશે. કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મથી બહુ ખુશ છે. તે આ વખતે ઓપનિંગ કરશે, એમ તેણે કહ્યું હતું.