ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટનની ફાઇનલમાં લક્ષ્ય સેન હાર્યો

નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને ઓલ ઇન્ગલેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ટોચના વિજેતા અને ડેન્માર્કના વિક્ટર એક્સેલસેનથી 21-10,21-15,થી હારી ગયો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ ફાઇનલ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી. પુલેલા ગોપીચંદ 2001માં એવોર્ડ જીતનાર અંતિમ ભારતીય હતો.

જોકે આ પહેલાં એક્સેલસેન ગયા સપ્તાહે જર્મન ઓપનની સેમી ફાઇનલમાં ટ્રેનિંગ પાર્ટનરથી હારી ગયો હતો, જેથી આ ફાઇનલ મેચમાં તેણે બદલો લીધો હતો.

આ ફાઇનલ મેચમાં હારથી નિરાશ થયેલા લક્ષ્યે કહ્યું હતું કે મેં ફાઇનલ મેચમાં વ્યૂહરચના બનાવી હતી, પણ એક્સેલસેન ઘણું નક્કર રહ્યો હતો. પહેલી ગેમમાં મેં બહુ ભૂલો કરી હતી અને બીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, પણ તેણે પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તે બહુ સારું રમ્યો હતો.

એક્સેલસેને કહ્યું હતું કે હું બહુ ખુશ છું. મેં આ ટુર્નામેન્ટ પહેલી વાર જીતી છે. લક્ષ્યની સામે મેચ ઘણી હાર્ડ હતી, પણ મેં પ્રારંભથી મજબૂતાઈથી રમવાનું શરૂ કર્યું હતું.  ઓલિમ્પિયન ચેમ્પિયને કહ્યું હતું કે મેં મેચ માટે એક સરસ ગેમ પ્લાન બનાવ્યો હતો.

લક્ષ્ય સેન ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પાંચમો ભારતીય છે. આ પહેલાં પ્રકાશ નાથે વર્ષ 10947માં આ સફળતા મેળવી હતી. એ પછી 1980માં પુલેલા ગોપીચંદે આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાને નામે કરી હતી. એ પછી સાનિયા નેહવાલે 2015માં ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.