IPLએ જાહેરાતથી રૂ. 10,000 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગને વિશ્વની સૌથી મોટી T20 લીગ માનવામાં આવે છે. જાહેરાl, સ્પોન્સરથી માંડીને ખેલાડીઓની કમાણી મામલે આ લીગ અધધધ કમાણી કરે છે. આ લીગની કોઈ બરાબરીમાં પણ નથી. છેલ્લાં 16 વર્ષોમાં આ લીગની કમાણીનો આંકડો સતત વધી ગયો છે. તાજા આંકડડા મુજબ વર્ષ 2023ની સીઝનમાં લીગને જાહેરાત થતી રૂ. 10,120 કરોડની આવક હાંસલ થઈ છે.

એક અહેવાલ મુજબ રૂ. 10,120 કરોડની આવકમાંથી બોર્ડ, ફ્રેન્ચાઇઝીના માલિક અને બ્રોડકાસ્ટર્સને 65 ટકા નફો સીધો મળે છે, જ્યારે બાકીની આવક અલગ-અલગ જગ્યાએથી મળે છે. લીગના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો સિનેમાને રૂ. 4700 કરોડ, ફ્રેન્ચાઇઝીને રૂ. 1450 કરોડ અને BCCIએ આશરે રૂ. 430 કરોડ મળે છે.

આ સિવાય ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મને આ સીઝનમાં રૂ. 2800 કરોડનો લાભ થયો હતો. આશરે રૂ. છ કરોડ યુઝરે એપ્સ પર પૈસા લગાવ્યા હતા. આ વાતથી એ વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે લીગથી માત્ર ખેલાડીઓને જ નહીં, પણ આયોજકોને પણ મોટા લાભ થયો છે.

આ વર્ષે IPLને વ્યુઅરશિપ પણ ખૂબ મળી છે. આ વખતે લાઇવ ટેલિકાસ્ટના રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સની પાસે હતા, જ્યારે લાઇવ સ્ટ્રિમિંગના રાઇટ્સ જિયો સિનેમાને આપવામાં આવી હતી. જિયો સિનેમા પ્લેટફોર્મ પર 12.6 કરોડ વ્યુઅરશિપ મળી હતી. IPL દરમ્યાન ટીવી પર લાઇવ બ્રોડકાસ્ટ તરીકે કુલ 4271 કરોડ મિનિટ્સનો આંકડો નોંધવામાં આવ્યો હતો.