આઈપીએલની 2023-27 આવૃૃત્તિઓમાં મેચોની સંખ્યા વધારવામાં આવશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાના નવા મીડિયા રાઈટ્સ માટે ઈ-ઓક્શન (ઈલેક્ટ્રોનિક માધ્યમથી હરાજી) કાર્યવાહી કરવાની છે. એ પૂર્વે એવો અહેવાલ છે કે 2023થી 2027 દરમિયાન રમાનાર આવૃત્તિઓમાં મેચોની સંખ્યા વધારવામાં આવશે.

એવો અહેવાલ છે કે 2023 અને 2024ની આવૃત્તિઓમાં મેચોની સંખ્યા 74 રખાશે. ત્યારબાદ 2025 અને 2026ની સ્પર્ધામાં મેચોની સંખ્યા વધારીને 84 કરાશે અને 2027ની આવૃત્તિમાં 94 મેચો રમાશે.