નવી દિલ્હીઃ IPL 2024માં રોહિત શર્મા સૌથી વધુ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો છે. શર્મા IPLના ઇતિહાસમાં 250 ઇનિંગ્સ રમનાર પહેલો બેટર છે. 17મી સીઝનના પ્રારંભે MIમાં મોટ ફેરબદલ જોવા મળ્યો હતો. MIએ GTથી હાર્દિક પંડ્યાને ખરીદ્યો હતો. ત્યાર બાદ રોહિત શર્માની જગ્યાએ MIની કેપ્ટનશિપ હાર્દિકને સોંપવામાં આવી હતી. જોકે તેની સામે ચાહકોએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
આ સાથે MI પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હવે શર્મા ભૂતકાળમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે હવે MIની કેપ્ટનશિપમાં ફેરબદલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અકરમે દાવો કર્યો છે કે રોહિત આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિન્સનો ભાગ નહીં હોય. જો તેમ થાય તો હું રોહિતને KKR ટીમ તરફથી રમતો જોવા ઈચ્છું છું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે દાવો કરતાં કહ્યું હતું કે હિટમેન આગામી સીઝનમાં MI છોડી દેશે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે કલ્પના કરો કે રોહિત કોલકાતાની ટીમ તરફથી ઓપનિંગમાં ઊતરે. ત્યાં ગૌતમ ગંભીર મેન્ટર તરીકે છે અને શ્રેયસ ઐયર કેપ્ટન છે. જો આમ થાય તો કોલકાતાની બેટિંગ કેટલી મજબૂત થઈ જાય. રોહિત કોલકાતાની જ નહીં, કોઈ પણ પિચ પર અસરકારક બેટિંગ કરી શકે છે. તે મહાન ખેલાડી છે. મને તે કોલકાતાની ટીમમાં હોય તેવું ગમશે. MIના કેપ્ટન તરીકેની વિદાય અંગેના સવાલના જવાબમાં અગાઉ રોહિત શર્માએ જણાવ્યું હતુ કે, જુઓ, આવું તો જિંદગીમાં ચાલ્યા કરે. બધુ તમારા ધાર્યા પ્રમાણે ના પણ થાય. જોકે આ અનુભવ યાદગાર રહ્યો હતો.
આ વખતે પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ આઠ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. બુધવારે હૈદરાબાદે લખનઉને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી અને મુંબઈને બહાર કરી દીધું હતું.