IPL 2023: હાર્દિક પંડ્યાએ વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રવિવારે રાજસ્થાન રોયલ્સની સામે IPL 2023ની 23મી મેચમાં એક વિશેષ ઉપલબ્ધિ પોતાને નામે કરી છે. પંડ્યાએ રોયલ્સની સામે 19 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી 28 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ IPLમાં એક દુર્લભ બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી અને જેક્સ કાલિસ, શેન વોટસન જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થયો હતો. હાર્દિક ટીમ ઇન્ડિયાનો બીજો એકલો ક્રિકેટર બન્યો છે, જેણે 2000થી અથવા એનાથી વધુ રન અને 50થી વધુ વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યાથી પહેલાં આ કમાલ ચેન્નઈ સુપરકિંગ્સના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કરી હતી. આમ તો હાર્દિક પંડ્યા IPLમાં 2000 રન અને 50 વિકેટ લેનારો  છઠ્ઠો ક્રિકેટર છે. શેન વોટસન, કિરોન પોલાર્ડ, જેક્સ કેલિસ, આંદ્રે રસલ, રવીન્દ્ર જાડેજા અને છઠ્ઠો હાર્દિક પંડ્યા છે.

હાર્દિક પંડ્યાએ IPLમાં 111 મેચોમાં આઠ અર્ધ સદીની મદદથી 2012 રન બનાવ્યા હતા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન છે. તે 111 મેચોમાં 51 વિકેટ લઈ ચૂક્યો છે. IPL 2023ની વાત કરીએ તો હાર્દિકે ચાર મેચોમાં 49 રન બનાવ્યા છે, જેમાં RRની સામે તેણે 28 રન બનાવ્યા હતા, જે તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. વળી, હાલની IPLમાં તેને અત્યાર સુધી RR સામેની મેચમાં એક વિકેટ મળી છે.  હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે તેના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સને IPL ચેમ્પિયન બનાવી હતી.