નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સે (GT) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને માત આપી હતી. આ જીત સાથે GTની ટીમ IPL 2022ના પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ હતી. GTએ એની પહેલી જ સીઝનમાં ઇતિહાસ રચ્યો હતો. જોકે હવે IPLની મેચ દરેક ટીમ માટે રસપ્રદ તબક્કામાં પહોંચી છે. જેમ કે 11 મેચ રમીને GT એકમાત્ર ટીમ છે, જે સત્તાવાર રીતે પ્લેફઓફમાં પહોંચી છે અને MIની એક જ ટીમ છે, જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
નીચેના મુદ્દાથી સમજીએ કે કઈ ટીમને પ્લેઓફમાં પહોંચવાનો ચાન્સ છે.
- CSK બાકી રહેલી ત્રણે મેચ જીતે તો એને ટોચની ચાર ટીમમાં પહોંચે એવી શક્યતા છે.
- KKRને પણ ટોચની ચાર ટીમમાં આવવાની તક છે, પણ એ માટે તેણે સંયુક્ત રીતે ચોથી અને સાતમી ટીમ સાથે ત્રીજો ક્રમ જાળવી રાખવો પડશે.
- PBKને ચોથા ક્રમે આવવા માટે 25 ટકા ચાન્સ છે.
- SRHને ટોચની ચાર ટીમોમાં આવવા માટે 21.1 ટકા ચાન્સ છે.
- RCBને ચાર ટીમોમાં આવવા માટે 89.6 પોઇન્ટ જાળવી રાખવા જરૂરી છે.
- RRને ટોચની ચાર ટીમોમાં આવવા માટે 95.9 ટકા ચાન્સ છે.
- LSG લીગ તબક્કે GT સામે હારી ના હોત તો એ ટોચની ચાર ટીમોમાં સામેલ હોત.
ટૂંકમાં કહીએ તો LSG, GT, RR અને RCBને ટોચની ચાર ટીમોમાં આવવા માટે PBKS, DC અને SRH કરતાં વધુ ચાન્સ છે.