મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનાર પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ શ્રેણી આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઈસીસી T20 વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓના ભાગરૂપે હશે. આઈપીએલ-2022 પૂરી થયા બાદ આ શ્રેણી રમાશે.
પાંચ મેચ ચેન્નાઈ (9 જૂન), બેંગલુરુ (12 જૂન), નાગપુર (14 જૂન), રાજકોટ (17 જૂન) અને દિલ્હી (19 જૂન)માં રમાશે. ભારતીય ટીમે હાલમાં જ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા ઉપર T20I શ્રેણીઓમાં 3-0થી ક્લીન સ્વીપ વિજય હાંસલ કર્યા હતા.