કોહલીને 100મી-ટેસ્ટમેચમાં કોચ દ્રવિડે સ્પેશિયલ કેપ સોંપી

મોહાલીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે અહીં ત્રણ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. આ ટેસ્ટ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની કારકિર્દીની 100મી મેચ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી મેચના આરંભ પૂર્વે કોહલીનું સમ્માન કરવામાં આવ્યું હતું. ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કોહલીને સ્પેશિયલ કેપ સુપરત કરી હતી.

એ પ્રસંગે કોહલીની સાથે એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા પણ ઉપસ્થિત રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]