નવી દિલ્હીઃ જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સનો ફીવર હજી ઘણો ઊંચો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે જો ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમત ઉમેરાશે તો ટીમ ઇન્ડિયા એમાં ચોક્કસ ભાગ લેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશને ક્રિકેટની રમત ઓલિમ્પિક ગેમ્સમાં ઉમેરવા પ્રસ્તાવ આપ્યો છે, જે લોજ એન્જેલસ અને કેલિફોર્નિયામાં યોજાવાની છે.
રસપ્રદ બાબત એ છે કે 1900માં સમર ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી. એ મેચ ગ્રેટ બ્રિટેન અને ફ્રાંસ વચ્ચે બે દિવસીય મેચ ગોલ્ડ મેડલ માટે રમાઈ હતી. જોકે ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની વાત ફરી શરૂ થઈ છે.
અહેવાલ મુજબ ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષ અને મહિલા –બંનેની આઠ ટીમોની ભાગ લેશે. BCCIએ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી દેતાં હવે ભારતીય બોર્ડે સરકાર પાસેથી એ માટે મંજૂરીની આવશ્યકતા રહેશે. જેથી હવે ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ઉમેરાશે પછી ભારત એમાં ભાગ લેશે, એમ BCCIના સેક્રેટરીએ જણાવ્યું હતું. જ્યાં સુધી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનો સવાલ છે, ત્યાં સુધી BCCI અને ICC –બંનેનો મત એકસરખો છે.
વિશ્વમાં 12 ટેસ્ટ રમવાવાળા દેશો છે. ક્રિકેટ હજી પૂરા વિશ્વમાં નથી રમાતી, જેથી આ રમતને ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ નથી કરવામાં આવી, પણ એને 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમત ઉમેરાઈ શકે છે.