જીત છતાં ભારતે અશ્વિનને પરત બોલાવવાની જરૂર

લોર્ડસઃ ઇંગ્લેન્ડની સામે સોમવારે બીજી ટેસ્ટ મેચમાં 151 રનથી રોમાંચક જીત છતાં ભારતે તેની પસંદગીની નીતિની સમીક્ષા કરવાની જરૂર છે. બાકી રહેલી ત્રણે ટેસ્ટ મેચ માટે રવિચંદ્રન અશ્વિન જેવા વિકેટ લેનાર સ્પિનરને પાંચ મેચોની સિરીઝમાં ટેસ્ટ રમાડવા પર વિચાર કરવો જોઈએ. એ ક્રિકેટના મક્કામાં ભારતનો ત્રીજો વિજય છે. આ પહેલાં 1986માં કપિલ દેવ અને 2014માં મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતા, ત્યારે ટેસ્ટ મેચ જીત્યા હતા.મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહે સોમવારે ઇંગ્લેન્ડને ક્રમશઃ 4/32, 3/33ના રિટર્ન સાથે ધ્વસ્ત કર્યું હતું. રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર છે, પણ ચાર ઇનિંગ્સમાં તે એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.

ઇંગ્લેન્ડની ક્રિકેટ પિચ સ્પિનર કરતાં ઝડપી બોલરોને વધુ મદદ કરે છે. એ સ્પિનશક્તિને વિવિધતા પ્રદાન નથી કરતી. તે પિચ ઘણી સપાટ છે.  ટેસ્ટ મેચના પાંચમા અને છેલ્લા દિવસે ઝડપી બોલરો માટે ભારે સ્થિતિમાં મદદ મળી, પણ પિચ બહુ સપાટી રહી હતી, એ પિચ પર ઘાસ હતું અને પિચ સૂકી નહોતી, જેથી સ્પિનની સાથે પિચ તૂટીફૂટી નહોતી.

એક ગુણવત્તાયુક્ત સ્પિનર બેટ્સમેનોને હવામાં બોલ સ્પિન કરીને બેટ્સમેનને આઉટ કરી દે છે. જેથી ભારતીય ડ્રેસિંગ રૂમમાં મોહમ્મદ શમી અને બુમરાહે નવમી વિકેટ માટે 89 નોટઆઉટ રન કર્યા હતા અને એ પણ નવા બોલ સાથે ભાગીદારી કરી હતી.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]