મહિલા હોકી ફાઈનલમાં જાપાન સામે 1-2થી પરાજય થતાં ભારતને સિલ્વર મળ્યો

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે મહિલાઓની હોકી રમતની ફાઈનલ મેચમાં રાની રામપાલ અને એની ટીમનો જાપાન સામે 1-2 ગોલથી પરાજય થયો છે. ભારતીય ટીમ આ રમતનો સુવર્ણ ચંદ્રક જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ ખેલાડીઓએ ઘણી આસાન તક ગુમાવી દેતાં એ સુવર્ણ ચંદ્રક મેળવવામાં નિષ્ફળ રહી છે.

જાપાનની શીહોરી ઓઈકાવાએ મેચનો પહેલો ગોલ કર્યા બાદ 25મી મિનિટે નેહા ગોયલે ગોલ કરીને સ્કોર 1-1 કર્યો હતો. હાફ ટાઈમે સ્કોર 1-1 હતો.

બીજા હાફમાં, જાપાનની મોતોમી કાવામુરાએ પેનલ્ટી કોર્નરને સફળતાપૂર્વક ગોલમાં ફેરવીને તેની ટીમની સરસાઈ વધારી હતી જે આખરે વિજયી બની.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]