ઇન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં બે દિવસની રમત થઈ ચૂકી છે. બીજા દિવસે 16 વિકેટ પડી હતી. પહેલાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ ઓલઆઉટ ( છ વિકેટ પડી) થઈ હતી. એ પછી ભારતની બીજી ઇનિંગ્સમાં 60.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ રન 59 બનાવ્યા હતા.
ભારતે બીજી ઇનિંગ્સમાં લંચના સમય સુધી ચાર ઓવરમાં વિના વિકેટે 13 રન બનાવ્યા હતા. એ પહેલાં ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગ્સમાં 76.3 ઓવરમાં 197 રનમાં ઓલઆઉટ થઈ હતી. પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં 54 ઓવરમાં ચાર વિકેટે 156 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ ચાર, જ્યારે અશ્વિન અને ઉમેશ યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટીમ બીજી ઇનિંગ્સમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં 88 રનની લીડ મેળવી હતી. આ લીડ ઉતાર્યા પછી ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને જીતવા માટે 76 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હવે ચોથી ઇનિંગ્સની રમત આવતી કાલે ત્રીજા દિવસે શરૂ થશે.
ટીમ ઇન્ડિયા તરફથી બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ રન રોહિત શર્માએ 12, ચેતેશ્વર પૂજારા 59, શ્રેયસ ઐયર 26, આર. અશ્વિન 16 અને અક્ષર પટેલે 15 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના નાથન લાયને આઠ વિકેટ અને મિશેલ સ્ટાર્ક એક અને કુહનમેને એક વિકેટ લીધી હતી.