ન્યૂઝીલેન્ડ સામે પહેલી-ટેસ્ટઃ ઈજાગ્રસ્ત રાહુલને બદલે સૂર્યકુમાર

કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાનાર બે-મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓપનર કે.એલ. રાહુલ રમી નહીં શકે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. ભારતીય ટીમમાં રાહુલની જગ્યાએ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સામેલ કરવામાં આવ્યો છે. સિરીઝની બીજી અને આખરી ટેસ્ટ મુંબઈમાં રમાશે. ભારતે આ પહેલાં રમાઈ ગયેલી ત્રણેય ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતી હતી.

ભારતીય ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.