ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને વધુ બે મેડલ મળ્યા છે. પ્રમોદ ભગતે બેડમિન્ટન પુરષ સિંગલ SL3 સ્પર્ધામાં શાનદાર પર્ફોર્મન્સ આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જ્યારે મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિકમાં ભારતનો એ ચોથા ગોલ્ડ મેડલ મળ્યો છે. પેરાલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. સોશિયલ મિડિયા પર પ્રમોદ ભગતને ગોલ્ડ મેડલ જીતવા પર તેમને બહુબધી શુભકામનાઓ મળી રહી છે. આ ગોલ્ડની સાથે ટોક્યો પેરાલિમ્પિકમાં હવે 16 મેડલ આવ્યા છે. આ ભારતનું પેરાલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.
પ્રમોદ ભગતે ફાઇનલમાં ડેનિયલ બેથેલને સીધી ગેમોમાં 21-14, 21-17થી માત આપીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
Pramod Bhagat has won the hearts of the entire nation. He is a Champion, whose success will motivate millions. He showed remarkable resilience & determination. Congratulations to him for winning the Gold in Badminton. Best wishes to him for his future endeavours. @PramodBhagat83
— Narendra Modi (@narendramodi) September 4, 2021
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યા છે. મનોજ સરકારે બેડમિન્ટન પુરુષ સિંગલ (SL3) સ્પર્ધામાં જાપાનના ડાઇસુકે ફુજીહારાને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
વડા પ્રધાન મોદીએ બેડમિન્ટનમાં પ્રમોદ દ્વારા ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપવામાં આવ્યાં છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે પ્રમોદ ભગતને દેશનું દેલ જીત્યું છે. તે એક ચેમ્પિયન છે, જેની સફળતા લાખો લોકોને પ્રેરિત કરશે. તેણે દ્રઢ સંકલ્ય બતાવ્યો છે. તેમને ગોલ્ડ જીતવા પર અભિનંદન. તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.