પહેલી ટેસ્ટ જીતવા ભારત સામે 420-રનનો પડકાર

ચેન્નાઈઃ ઈંગ્લેન્ડે ચાર-મેચની સિરીઝની અહીં પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતને 420 રનનો પડકાર ફેંક્યો છે. આજે ચોથા દિવસની રમતને અંતે ભારતે તેના બીજા દાવમાં 17 ઓવર રમીને રોહિત શર્મા (12)ની વિકેટ ગુમાવીને 39 રન કર્યા હતા. શુભમન ગિલ 15 અને ચેતેશ્વર પૂજારા 12 રન કરીને દાવમાં હતો. જીત માટે ભારતને હજી 381 રનની જરૂર છે. આવતીકાલે ભારતને 90 ઓવર રમવા મળશે.

ભારતના બોલરો, ખાસ કરીને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને જોરદાર તરખાટ મચાવતાં ઈંગ્લેન્ડનો બીજો દાવ આજે 178 રનમાં પૂરો થયો હતો. અશ્વિને 61 રન આપીને 6 વિકેટ પાડી હતી. તેણે ટેસ્ટના એક જ દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ આ 28મી વખત મેળવી હતી. ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે બે વિકેટ લીધી હતી જ્યારે બે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઈશાંત શર્માએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. એ પહેલાં ભારતનો પહેલો દાવ 337 રનમાં પૂરો થતાં ઈંગ્લેન્ડે 241 રનની લીડ હાંસલ કરી હતી. ભારતના બીજા દાવમાં યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના અણનમ 85 રન રહ્યા હતા. એણે 138 બોલનો સામનો કર્યો હતો અને 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]