બર્મિંઘમઃ આવતીકાલથી અહીંના એજબેસ્ટન મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાનાર વિલંબીત પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ લેશે. વિકેટકીપર અને બેટર રિષભ પંત વાઈસ કેપ્ટન તરીકે ફરજ બજાવશે.
રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માને કોરોના થયો હોવાથી એની જગ્યાએ બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આમ, કપિલ દેવ બાદ ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ટીમનું સુકાનીપદ સંભાળનાર બુમરાહ ભારતનો પહેલો ખેલાડી છે. એ ભારતનો 36મો ટેસ્ટ કેપ્ટન બનશે. કપિલ દેવે 1987ના માર્ચમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું હતું. દંતકથાસમાન બેટર સુનીલ ગાવસકરની કારકિર્દીની એ આખરી ટેસ્ટ મેચ હતી.