T20I સિરીઝનો ‘ડ્રિન્ક્સમેન’ ધવન પહેલી ODIમાં ‘મેન-ઓફ-ધ-મેચ’

પુણેઃ ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે ત્રણ વનડે મેચોની સિરીઝની પહેલી મેચ 66 રનથી જીતી હતી. આ જીતમાં ઓપનર શિખર ધવનના 98 રન મહત્ત્વના હતા. તે બે રનથી સદીથી ચૂક્યો હતો, પણ ટીમની જીતમાં યોગદાન આપીને તે ખુશ છે. તેને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.   

T20 સિરીઝમાં 12મો ખેલાડી

મેન ઓફ ધ મેચનો એવોર્ડ લઈને ગબ્બર એટલે કે ધવને ખુલાસો કર્યો હતો કે તે તેના શાનદાર દેખાવથી ખુશ છે. ગબ્બરે ભાવુક અંદાજમાં કહ્યું હતું કે તે જ્યારે T20 સિરીઝમાં 12મો ખેલાડી હતો અને ટીમના પ્લેયરોને પાણી પીવડાવી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે મેં ફિટનેસ પર કામ કર્યું હતું. તેણે જિમમાં આકરી મહેનત કરી હતી. હાલમાં ધવને ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં બેટને કાઢી રહ્યો હતો.

 ધવને આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું, બેટની ધાર હંમેશાં તેજ રાખવી જોઈએ. એ ક્યારે કામ આવે કોઈને ખબર નથી. ધવનની વાત સાચી સાબિત થઈ હતી. ધવને પહેલી વનડેમાં 106 બોલમાં 11 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. તેણે કહ્યું હતું કે હું બહુ દુખી કે હદથી વધુ ખુશ નથી થતો. મને સદી ફટકારવાની કોઈ ઉતાવળ નહોતી, પણ હું સદી ચૂકી ગયો હતો. જ્યારે હું 12 ખેલાડી હતો ત્યારે મેદાનની અંદર દોડ લગાવી રહ્યો હતો અને બધાને પાણી પીવડાવી રહ્યો હતો, પણ એક સ્પષ્ટ વાત છે કે હું ક્યારેય આવેલી તક જવા દેતો નથી.