માસ્ક નહીં પહેરીને બુમરાહે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો

લંડનઃ એક તરફ કોરોના સંક્રમણને લીધે પૂરી ઇંગ્લિશ ક્રિકેટ ટીમ બદલવી પડી હતી. પાકિસ્તાનની સામે વનડે સિરીઝ રમવા માટે 11 ખેલાડીઓ મુશ્કેલથી મળી રહ્યા છે. બીજી બાજુ યુકેમાં જ હાજર ભારતીય ક્રિકેટર્સ કોવિડ-19 પ્રોટોકોલના લીરેલીરા ઉડાડી રહ્યા હતા. ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝ પહેલાં મળેલી રજામાં બુમરાહે માસ્ક પણ લગાવવો જરૂરી નહીં લાગ્યો.

ભારતીય સમયનુસાર મંગળવારે મોડી રાત્રે યુરો કપની સેમી ફાઇનલ રમાઈ હતી. જ્યાં ઇટાલીએ સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. અંતિમ-4ના આ પહેલા મુકાબલાને જોવા માટે જસપ્રીત બુમરાહ ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમમાં હાજર હતો. હજારોની ભીડની વચ્ચે રમાઈ રહેલી મેચ દરમ્યાન ભારતીય ક્રિકેટરે પત્ની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં આ કપલ વિના માસ્કે ફરતો દેખાયો હતો.

અશ્વિન અને શાસ્ત્રીએ પણ માસ્ક નહોતા પહેર્યા

યુરો કપ સિવાય ટેનિસની મહત્ત્વની ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન પણ આ વખતે ઇંગ્લેન્ડમાં રમાઈ રહી હતી, ત્યારે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન- બંને અલગ-અલગ દિવસે મેચ જોવા ગયા હતા અને ત્યાંથી ફોટો પણ શેર કર્યો હતો. જીન્સ, ટીશર્ટ અને હેટ સાથે હેનમન હિલથી તેઓ ટેનિસનો આનંદ માણી રહ્યા હતા.