નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો ખરાબ દેખાવ જારી છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ફરી તે નિષ્ફળ રહ્યો છે. તે માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. લોર્ડ્સની ટેસ્ટની બીજી ઇનિંગ્સ છોડી દઈએ તો તે સિરીઝમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેણે એ ઇનિંગ્સમાં 45 રન બનાવ્યા હતા અને અજિંક્ય રહાણેની સાથે 100 રનોની મહત્ત્વની ભાગીદારી કરી હતી.
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ સૂચન કર્યું છે કે જો ચેતેશ્વર પૂજારાએ તેની બેટિંગમાં થોડો સુધારો કરવો જોઈએ. તેણે વધુ શોટ્સ ફટકારવા માટે પ્રયાસ કરવા જોઈએ, તો તે અને ટીમ ઇન્ડિયા માટે લાભકારક રહેશે. હું પૂજારાની જેમ સંયમ રાખીને મેચ રમનારો બેટ્સમેન નહોતો. નીચલા સ્ટ્રાઇક રેટથી સ્કોર નહોતો કરતો. જો હું કોચ હોત તો પૂજારાની બેટિંટગમાં સુધારા કરવા માટે તે વધુ શોટ રમીને ઊંચી સ્ટ્રાઇક રેટ બનાવીને સલાહ આપત, એમ લારાએ કહ્યું હતું.
52 વર્ષીય લારાએ સ્વીકાર કર્યો હતો કે પૂજારાની રમતની શૈલીએ ભૂતકાળમાં ભારતની મદદ કરી છે, પણ તેણે દ્રષ્ટિકોણને કારણે પૂજારા માટે ઓછા રન બનાવવા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તે તેનું કામ કરે છે, પણ મને લાગે છે કે જ્યારે તે ધીમી બેટિંગ કરે છે તો તેને જલદી આઉટ કરાવી દે છે. પૂજારાએ એની બેટિંગમાં સુધારો કરવા માટે શોટ લગાવવાની જરૂર છે.