અમ્પાયરથી વાદવિવાદ કરતાં BCCIએ કોહલીની મેચ ફી કાપી

નવી દિલ્હીઃ રવિવારે IPL-2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ થઈ હતી, જેમાં  KKRએ એક રનથી બહુ રોમાંચક મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીના નો-બોલ વિવાદને કારણે પણ ચર્ચામાં છે. મેચ દરમ્યાન કોહલીએ પિત્તો ગુમાવતાં BCCIએ તેને આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો હતો, જેને પગલે તેની મેચ ફીની 50 ટકા ટકા દંડ ફટકાર્યો હતો.

RCBની ઇનિંગ્સની ત્રીજી ઓવરનો આ મામલો છે. KKRએ પહેલાં રમતાં 222 રનોનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. એના જવાબમાં વિરાટ કોહલીએ ઓપનિંગ કરતાં સાત બોલમાં 18 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજી ઓવરના પહેલા બોલમાં હર્ષિત રાણાને તે કેચ આપી બેઠો હતો, વાસ્તવમાં તે ફુલ-ટોસ બોલ હતો, પરંતુ નો-બોલ સમજીને કોહલીએ બેટ અડાડી દીધું હતું. ત્યાર બાદ રિવ્યુ લેવામાં આવ્યો હતો, પરંતુ હોક-આઇ સિસ્ટમમાં માલૂમ પડ્યું હતું કે કોહલી ક્રીની અંર ઊભો હતો અને તેની કમરની ઊંચાઈએથી બોલ નીચે હતો. આ નિર્ણય  કોહલી અને અમ્પાયર વચ્ચે તૂંતૂંમેંમે થઈ હતી.

વિરાટ કોહલીએ થોડી વાર સુધી અમ્પાયર સાથે વાદવિવાદ કર્યો હતો, પરંતુ તેનો ગુસ્સો શાંત નહોતો પડતો. કોહલીના ખોટા વ્યવહાર અને મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા દંડનો તેણે સ્વીકાર કરી લીધો છે.

આ મામલામાં ભૂતપૂર્વ ક્રિકેટરોના કૂદવાને કારણે આ મુદ્દો સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રેન્ડ થવા લાગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે એ બોલને નો-બોલ ઘોષિત કરવામાં આવતો હતો. આ નિયમની ગહન ચર્ચાની જરૂર છે, સિદ્ધુના અનુસાર સંદેહનો લાભ બેટરને મળવો જોઈતો હતો.