મહિલાઓની T20I WC ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી પરાજય

મેલબર્ન : અહીંના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની T20I વર્લ્ડ કપની આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતનો ગયા વખતના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી નિરાશાજનક પરાજય થયો છે. આખરી સ્કોર આ મુજબ રહ્યોઃ

ઓસ્ટ્રેલિયાઃ 184-4 (20)

ભારતઃ 99 (19.1).

ઓસ્ટ્રેલિયાએ આ પાંચમી વખત T20I વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે.

ભારતે આ પહેલી જ વાર આ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પણ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ એલિસા હિલી (75) અને બેથ મૂની (78 નોટઆઉટ)ની ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ 115 રનની ભાગીદારી કરીને જે દબાણ ઊભું કર્યું હતું એમાંથી તે છેક સુધી બહાર આવી શકી નહોતી.

ભારતના દાવમાં, ટોપ સ્કોરર રહી દીપ્તી શર્મા, જેણે 33 રન કર્યા હતા. ટોચની પાંચ બેટ્સવુમન નિષ્ફળ જતાં ભારત ક્યારેય 185 રનના ટાર્ગેટને ચેલેન્જ આપવા સમર્થ રહ્યું જ નહોતું. શેફાલી વર્માએ બે, સ્મૃતિ મંધાનાએ 11, વિકેટકીપર તાનિયા ભાટિયાએ બે રન કર્યા હતા, જેમિમા રોડ્રિગ્સ ઝીરો પર, કેપ્ટન હરમનપ્રીત કૌર ચાર રન કરીને આઉટ થઈ હતી.

ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન શટ 3.1 ઓવરમાં 18 રનમાં 4 વિકેટ લઈને ટીમની બેસ્ટ બોલર રહી. જેસ જોનાસને 20 રનમાં 3 વિકેટ લીધી હતી. અન્ય ત્રણ બોલર – સોફી મોલિનુક્સ, ડેલિસા કિમીન્સી અને નિકોલા કેરીએ 1-1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.

એલિસા હિલીને ‘પ્લેયર ઓફ ધ ફાઈનલ મેચ’ અને બેથ મૂનીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવી છે.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની T20I વર્લ્ડ કપની 8 માર્ચ, રવિવારે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતનો ગયા વખતના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી નિરાશાજનક પરાજય થયો. આખરી સ્કોર આ મુજબ રહ્યોઃ ઓસ્ટ્રેલિયાઃ 184-4 (20), ભારતઃ 99 (19.1). ઓસ્ટ્રેલિયાએ આ પાંચમી વખત T20I વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે. ભારતે આ પહેલી જ વાર આ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. વિકેટકીપર એલિસા હિલી (75) અને બેથ મૂની (78 નોટઆઉટ)ની ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ 115 રનની ભાગીદારી કરી હતી. એલિસા હિલીને ‘પ્લેયર ઓફ ધ ફાઈનલ મેચ’ અને બેથ મૂનીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવી હતી.








એલિસા હિલી જ્યારે 9 રન પર હતી ત્યારે એનો કેચ પડતો મૂકનાર અને બાદમાં બેટિંગમાં માત્ર બે જ રન કરી શકનાર શેફાલી વર્મા ટીમના પરાજયથી નિરાશ થઈ ગઈ હતી.
























































ઓસ્ટ્રેલિયાનાં દંતકથા સમાન ટેનિસ ખેલાડી બિલી જીન-કિંગ રનર્સ-અપ ભારતીય ટીમની ખેલાડીઓને મેદાન પર જઈને મળ્યાં હતાં અને એમની સાથે પ્રોત્સાહક વાતો કરી હતી.