ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ, શમીની ચાર વિકેટ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે દિલ્હીમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ ઓલઆઉટ થઈ ગઈ છે અને પહેલી ઇનિંગ્સમાં ટીમ 263 રન બનાવી શકી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જોકે ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા માટે આ ટેસ્ટ વિશેષ છે, કેમ કે એ તેની કેરિયર 100મી ટેસ્ટ છે. ભારતે દિવસના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા.

ભારતીય બોલર્સની સામે કાંગારુ ટીમ સંપૂર્ણપણ નિષ્ફળ રહી હતી. આ ઇનિંગ્સમાં મોહમ્મદ શમીએ ચાર, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાંથી ઉસ્માન ખ્વાજાએ 81 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે પીટર હેન્ડસકોમ્બે 72 રનોની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી.ઓસ્ટ્રેલિયાની ટીમે તેની પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ મેટ રેનશોને બદલે ટ્રેવિસ હેડને સામેલ કર્યો છે. આ સિવાય સ્કોટ બોલેન્ડને બદલે મેથ્યુ કુન્હેમને સામેલ કર્યો હતો. જે આ ટેસ્ટ મેચથી ડેબ્યુ કરી રહ્યો છે. ભારતીય ટીમે પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે. શ્રેયસ ઐયરને સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો હતો.

રવીચંદ્રન અશ્વિનને નામે ખાસ રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ પૂરી કરનાર રવિચંદ્રન અશ્વિનને એક વધુ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ ક્રિકેટમાં તેણે 100 વિકેટ પૂરી કરી છે. તે આવું કરનાર બીજો ભારતીય બોલર બન્યો છે. ભારત તરફથી ઓસ્ટ્રેલિયાની સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલેને નામે છે.

ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]