દેશના 15 ટેબલ ટેનિસ ખેલાડીઓ તાલીમ લેવા ચીન જશે: SAI

કોલકાતાઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાથી જોડાયેલા 11થી 17 વર્ષની વયના ટેબલ ટેનિસના 15 ખેલાડીઓનું એક ગ્રુપ ચીનના ચેંગદુમાં તાલીમ શિબિરમાં ભાગ લેવા જશે. આ યુવા ટેનિસ ખેલાડીઓએ નવેમ્બરના પહેલા સપ્તાહમાં ભાગ લેવા ત્યાં જશે.

આ પહેલના ભાગરૂપે આ ગ્રુપમાં સાત યુવતીઓ અને આઠ યુવકો સામેલ છે. આ યુવા એથ્લીટો તેમની ગેમને વધુ સુધારી શકે એ માટે અને આંતરરાષ્ટ્રીય ગેમમાં વધુ સારો દેખાવ કરી શકે એ માટે આ તાલીમ શિબિરમાં જશે.

આ ટેબલ ટેનિસ ખેલાડીઓમાં ઇશાન કુમાર રોય, સોરસો બેનરજી, રજિની સહા, અનન્યા રોય, આરોહી રોય, ઇન્દિરા સેન, અભિલાષા ભટ્ટાચાર્ય, શ્રેયા મુખરજી, અનિક દત્તા વગેરેનો સમાવેશ થાય છે. કોલકાતામાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના ઝા લિયુ કહ્યું હતું કે ટેબલ ટેનિસના યુવા ખેલાડીઓ ચીન જઈ રહ્યા છે, જે એક સારી વાત છે અને ભારત-ચીન વચ્ચે મિત્રતા દેખાડવાની આ એક અમૂલ્ય તક છે.

આ સિવાય તેમણે કહ્યું હતું કે હું આ જાણીને બહુ ઉત્સાહિત છું કે ટેબલ ટેનિસના આ ખેલાડીઓ ચીન જઈ રહ્યા છે. ચીન  ટેબલ ટેનિસની ભૂમિ છે અને તાલીમ માટેનાં સંસાદનો ખૂબ સારાં છે. હું તેમને શુભેચ્છા આપું છું. મને વિશ્વાસ છે કે આ યુવા ટેબલ ટેનિસ ખેલાડોનો ચીનમાં તાલીમ લેવાનો અનુભવ સારો રહેશે, એમ તેમણે કહ્યું હતું.