અમદાવાદ: 18 જૂન, 2025ના રોજ, સુરતની કાપોદ્રા પોલીસે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આ ધરપકડ 2024માં નોંધાયેલા એક ખંડણી કેસમાં કરવામાં આવી છે, જેમાં જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયાએ કીર્તિ અને તેના સાગરીતો સામે 2 કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ અનુસાર, કીર્તિએ જમીન વિવાદને લઈને બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું.કીર્તિ પટેલ કોણ છે?
કીર્તિ પટેલ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય ચહેરો છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેની રીલ્સ અને લાઈવ વિડીયો ઘણીવાર વાયરલ થાય છે, પરંતુ તે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. અગાઉ 2020માં પુણે પોલીસે તેની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરી હતી, જ્યારે 2022માં અમદાવાદમાં મારામારી અને ધમકીના કેસમાં પણ તે સામેલ હતી. સોશિયલ મીડિયા પ્રોફાઈલ
કીર્તિનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ રિલ્સ, ડાન્સ વિડીયો અને લાઈવ સેશન્સથી ભરેલું છે. તેની પોસ્ટ્સમાં ઘણીવાર બિભત્સ ભાષા અને નફ્ફટ શૈલી જોવા મળે છે, જે તેના ફોલોઅર્સને આકર્ષે છે. જો કે, તેના વિવાદિત નિવેદનો અને લાઈવમાં અપશબ્દોનો ઉપયોગ તેને વિવાદના કેન્દ્રમાં લાવે છે.
હવે શું?
સુરત પોલીસે કીર્તિને કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને લાજપોર જેલમાં મોકલવામાં આવી છે. આ કેસે સોશિયલ મિડીયા પર હોબાળો મચાવ્યો છે. જ્યાં લોકો તેના વિવાદિત ભૂતકાળ અને વર્તમાન કેસ પર ચર્ચા કરી રહ્યા છે.
