મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્હારશાહ રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં રવિવારે (27 નવેમ્બર) એક મોટી દુર્ઘટના થઈ હતી. આ ઘટનામાં લગભગ 10-15 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના દરમિયાન ઘણા મુસાફરો લગભગ 60 ફૂટની ઊંચાઈથી પુલ પરથી ટ્રેક પર પડ્યા હતા. ઘાયલોમાં આઠ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માત રવિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટના સમયે ઘણા મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ ફૂટઓવર બ્રિજ પ્લેટફોર્મ એક અને બેને જોડે છે.
Chandrapur, Maharashtra | Part of pre-cast slab of Foot over bridge at Balharshah, Nagpur division fell down at around 5.10pm today. 4 persons injured in incident & all have been shifted to Civil Hospital after giving first aid. No casualties reported: Shivaji Sutar, CPRO CR
— ANI (@ANI) November 27, 2022
સીપીઆરઓએ નિવેદન આપ્યું હતું
મધ્ય રેલવેના સીપીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે નાગપુર ડિવિઝનના બલહારશાહમાં આજે સાંજે 5.10 વાગ્યે ફૂટ ઓવર બ્રિજના પ્રી-કાસ્ટ સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા હતા અને તમામને પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિના અહેવાલ નથી.
રેલવેએ વળતરની જાહેરાત કરી
સીપીઆરઓએ કહ્યું કે રેલવેએ ગંભીર રીતે ઘાયલોને રૂ. એક લાખ અને સાધારણ ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડીને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.