અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલે PGDM 2025-27ની બેચનું સ્વાગત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2025” સાથે કર્યું છે. ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ થીમ પર આધારિત ઇન્ડક્શન પ્રોગ્રામમાં નવી બેચના 300 ઉત્સાહી વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ શિક્ષણ માટેની તેમની સફરની શરૂઆત કરી છે.SBSનો સિગ્નેચર ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ”, વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી પ્રોફેશનલ્સ અને સામાજિક રીતે જવાબદાર નેતાઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આ વર્ષે, આ કાર્યક્રમ ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ થીમ પર રાખવામાં આવ્યો, જે સફળતાને આકાર આપવામાં સહયોગ અને સહિયારા શિક્ષણની શક્તિ પર ભાર મૂકે છે.
થીમ પર બોલતા, શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ કહ્યું, “SBS ખાતે, અમે માનીએ છીએ કે જ્યારે વ્યક્તિગત શક્તિઓ એક સાથે આવે છે, ત્યારે સાચી વૃદ્ધિ થાય છે. ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ એ એક શીખવાની ઇકોસિસ્ટમ બનાવવા વિશે છે. જ્યાં સહયોગ નવીનતા અને સહિયારી સફળતાને આગળ ધપાવે છે.”
આ કાર્યક્રમમાં ચિરિપાલ ગ્રુપના પ્રમોટર બ્રિજમોહન ચિરિપાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને સકારાત્મક માનસિકતા અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને ચિરિપાલ ગ્રુપની 52 વર્ષની સફરની પ્રેરણાદાયી સફર શેર કરી.
મુખ્ય અતિથિ, ભૂતપૂર્વ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કે. જે. આલ્ફોન્સે વિદ્યાર્થીઓને પોતાના આત્મવિશ્વાસ વિકસાવવા અને પોતાના સપનાઓને પૂર્ણ કરવાની હિંમત રાખવા શીખ આપી. મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા માટે BBDO TeamXના CEO સુરજા કિશોરે પાવર ઓફ સ્ટોરી ટેલીંગ ઈન લિડરશીપ પર પ્રકાશ પાડ્યો. આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા અને ઝેન કોચ, ડૉ. હિમાંશુ બુચે, સામૂહિક બુદ્ધિમત્તાને અપનાવવા પર ઊંડી સમજ આપી.7 દિવસના આ કાર્યક્રમમાં ઉદ્યોગ સત્રો, ટીમ-બિલ્ડિંગ, થિયેટર-આધારિત શિક્ષણ, સુખાકારી પ્રવૃત્તિઓ, હેરિટેજ સિટી ટૂર અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશન ખાતે સામાજિક સંવેદનશીલતાનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને આગળની સફર માટે સજ્જ કરે છે.
