અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવનેસ અને સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગ પ્રેક્ટિશનરો, નીતિ નિર્માતાઓ અને સામાજિક સંશોધકો હાજર રહ્યા હતા.શાંતિ બિઝનેસ સ્કૂલે આ સર્વેને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકલિત જ્ઞાન અને આંતરદૃષ્ટિની આપ-લે કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી.
આ પરિષદમાં નેપાળના નેશનલ પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ મેમ્બર અને અર્થશાસ્ત્રી ડૉ. રામ કુમાર ફુયાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ કાર્યક્રમમાં ખાસ સસ્ટેનેબિલિટી અને ઇન્ક્લુઝિવનેસ ડેવલપમેન્ટ માટે ઈન્ટર ડિસિપ્લિનરી રિસર્ચની વધતી જતી જરૂરિયાત પર ભાર મૂકીને ચર્ચા શરૂ કરી હતી.
નવી દિલ્હી સ્થિત AIMAના સેન્ટર ફોર મેનેજમેન્ટ એજ્યુકેશનના ડિરેક્ટર ડૉ. રોહિત સિંહે મુખ્ય ભાષણ આપ્યું હતું. જેમાં ટકાઉ વ્યૂહાત્મક નિર્ણય લેવાની અને ભારત સરકારની સહકાર પહેલ પર ચર્ચા કરવામાં આવી. ક્વોન્ટમફોર્સ ઇન્ક., યુ.એસ.એ.ના સી.ઇ.ઓ. ડૉ. ભૂપેન્દ્ર ચૌધરીએ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના યુગમાં સસ્ટેનેબિલિટી અને સોશિયલ એન્ટ્રપ્રેન્યોરશિપની પુનઃકલ્પના પર રજૂઆત કરી.
આ પરિષદમાં 250 રિસર્ચ સેન્ટર પેપર સબમિશન મળ્યા હતા, જેમાં 90 ઉચ્ચ-ગુણવત્તાવાળા પેપર્સ પ્રેઝન્ટેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં નેપાળ, યુ.એસ.એ., કેનેડા, સિંગાપોર, સેનેગલ અને મેક્સિકોના 13 આંતરરાષ્ટ્રીય સબમિશનનો સમાવેશ થાય છે.
કોન્ફરન્સનો એકંદર શ્રેષ્ઠ પેપર એવોર્ડ બર્દવાન યુનિવર્સિટીના દત્તાત્રેય દત્તા અને દેબદાસ રક્ષિતને તેમની અસાધારણ સંશોધન ગુણવત્તા, મૌલિકતા અને કોન્ફરન્સ થીમમાં યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હતો.
ત્રિભુવન યુનિવર્સિટીના સી.ઈ.ડી.એ.ના ડો. અર્જુન કુમાર બરાલના વિચારપ્રેરક વિદાય ભાષણ સાથે કોન્ફરન્સનું સમાપન થયું. ત્યારબાદ ડો. તુષાર પાણિગ્રહીએ સમાપન ભાષણ અને આભારવિધિ કરી.




