રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા છે. પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે. જ્યારે એક બીજેપીના નારાયણ બંદીગે અને એક જેડીએસના કુપેન્દ્ર રેડ્ડીએ જીત મેળવી છે.
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય એસટી સોમશેકરે ક્રોસ વોટિંગ કર્યું. જ્યારે શિવરામ હબ્બર મતદાનથી દૂર રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપને 48 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 139 અને જેડીએસને 35 વોટ મળ્યા હતા.
કર્ણાટકમાં, અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લથા મલ્લિકાર્જુન, પુટ્ટસ્વામી ગૌડા અને દર્શન પુટ્ટનૈયાએ કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું. કોંગ્રેસ પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં શિફ્ટ કરી દીધા હતા. કર્ણાટકમાંથી પાંચ ઉમેદવારો હતા, જેમાં કોંગ્રેસ તરફથી અજય માકન, સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખર, ભાજપ તરફથી નારાયણ ભંડાગે અને જેડીએસ તરફથી કુપેન્દ્ર રેડ્ડી હતા.
સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. આ પછી મતગણતરી શરૂ થઈ. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ પાસે 134 ધારાસભ્યો છે, જ્યારે પાર્ટીને ક્રોસ વોટિંગમાં 139 વોટ મળ્યા છે. ભાજપે 66 ધારાસભ્યો સાથે કોંગ્રેસને જોરદાર ટક્કર આપી હતી. જેડીએસ પાસે રાજ્ય વિધાનસભામાં 19 ધારાસભ્યો છે અને ચાર અપક્ષ ધારાસભ્યો છે, જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે.
