રાજકોટ: લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા એ કરેલી ટિપ્પણીના વિરોધમાં ઊભા થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળાએ 14 દિવસ બાદ તેમની તબિયત લથડતાં અંતે પારણા કરી લીધા છે.
આક્રમક વલણને કારણે તેઓ ક્ષત્રિય આંદોલનના એક મહત્વના મહિલા આગેવાન તરીકે ઊભર્યા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. ગઈકાલે રાત્રે તેમની તબિયત લથડતાં રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પદ્મિનીબાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સમાજના આગેવાનો વીરભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, જે.પી.જાડેજાએ ટેલીફોનિક તેમજ રૂબરૂ સમજાવટ બાદ મહંત શ્રી માયાનંદજી માતાજી ગુરૂ શ્રી શિવાનંદજી બાપુ વગેરે આગેવાનો અને સંતો પદ્મિનીબાને હોસ્પિટલમાં મળ્યા હતા. તમને સમજાવીને પારણા કરાવ્યા હતા. જો કે તેઓનું આંદોલન તો ચાલુ જ છે.
ક્ષત્રિય સમાજનું રૂપાલાની ટિકિટ રદ થાય તે માગણીને લઈને હજી કોઈ સમાધાન થયું નથી. આ આંદોલન ચાલુ જ છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)