વિનશ ફોગટ અને બજરંગ પુનિયાનું રાજીનામું રેલવેએ સ્વીકાર્યું

હરિયાણા: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાના બે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને પોતાના પક્ષમાં સામેલ કર્યા છે. આ પહેલા વિનેશ અને બજરંગે રેલવે નોકરીમાંથી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. આ પછી રેલવેએ બંને કુસ્તીબાજોને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. જો કે, હવે રેલવેએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત આપી છે અને બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, જ્યાં સુધી રેલવે વિનેશ ફોગટનું રાજીનામું સ્વીકારી ન લે અને તેને એન.ઓ.સી. ન આપે, ત્યાં સુધી તેઓ ચૂંટણી લડી શકે નહીં. ઉત્તર રેલવેનું કહેવું છે કે કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે. જો કે હવે બજરંગ અને વિનેશના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર મહિલા રેસલર વિનેશ ફોગટને રાજ્યની જુલાના વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, બજરંગ પુનિયા ચૂંટણી લડશે નહીં. તેમને ભારતીય કિસાન કોંગ્રેસના અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છ