જયપુરઃ અઢી વર્ષમાં 40 મિલકતો ખરીદવા અને ત્યાર બાદ તેને લીઝ પર આપવાના મામલે ચર્ચામાં આવેલા IAS અધિકારી શિખર અગ્રવાલને રાજસ્થાન સરકારે હાલ પૂરતા પદ પરથી હટાવી દીધા છે. રાજસ્થાન સરકારે IAS અધિકારી શિખર અગ્રવાલને નવી પોસ્ટિંગના આદેશની રાહ જોતા (Awaiting Posting Orders — APO) અધિકારી તરીકે રાખવાનો નિર્ણય લીધો છે. આ વહીવટી કાર્યવાહી બાદ શિખર અગ્રવાલ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.
આ અગાઉ ઉદયપુર અને અલવરના એક રિસોર્ટમાં રોકાણને લઈને પણ તેઓ સમાચારોમાં આવ્યા હતા. આ રોકાણને લઈને તેમની સંપત્તિ અને આવકના સ્રોતોની તપાસ કરવાની માગ પણ ઊઠી હતી. આ મામલે જયપુરના એક વકીલે પત્ર લખીને શિખર અગ્રવાલની સંપત્તિ અને આવકની તપાસ કરાવવાની માગ કરી છે. જોકે શિખર અગ્રવાલનું કહેવું છે કે તેમણે સંબંધિત રોકાણની સંપૂર્ણ વિગતો પોતાના આવકવેરા રિટર્ન (ITR)માં આપી હતી.
પરિવારને નામે 40 વિલા અને કોટેજ
શિખર અગ્રવાલ અને તેમના પરિવારના સભ્યોએ એક જ કંપની પાસેથી 40 વિલા અને કોટેજ ખરીદ્યાં હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે IAS અધિકારી શિખર અગ્રવાલ, તેમનાં IPS પત્ની પ્રશાખા માથુર, તેમના બંને પુત્રો અને સાસુ-સસરાનાં નામ સામે આવ્યાં હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ પરિવારના સભ્યોએ માત્ર અઢી વર્ષના સમયગાળામાં આ મિલકતો ખરીદી હતી. આ સંપત્તિઓની ખરીદી પાછળ કુલ 6.16 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. આ તમામ મિલકતો લગભગ અઢી વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવી હતી.
VIDEO | Jaipur: As senior IAS officer Shikhar Agrawal placed on APO amid controversy over alleged property purchases, Congress leader Pratap Singh Khachariyawas (@PSKhachariyawas) says, “Shikhar Agarwal served as an Officer on Special Duty (OSD) to Chief Minister Bhajanlal Sharma and held positions such as Principal Secretary and Secretary to the Chief Minister. All the work carried out during his tenure is under a cloud of corruption. In the Shikhar Agarwal case, Chief Minister Bhajanlal Sharma should come forward and answer these questions. You placed the entire responsibility for the Rising Rajasthan initiative in his hands. He was the one who allegedly distributed land arbitrarily. Which large private industrialists were given land for free, and where? A major corruption scandal will come to light.”
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) October 29, 2026
અઢી વર્ષમાં 40 મિલકતો ખરીદી અને પછી લીઝ પર આપી
શિખર અગ્રવાલ અને તેમના પરિવારે જે કંપની પાસેથી મિલકતો ખરીદી હતી, તે કંપની અનંતા બ્રાન્ડ હેઠળ રિસોર્ટ્સ ચલાવે છે. આ મામલે ખાસ ધ્યાન ખેંચતી બાબત એ છે કે મિલકતો ખરીદ્યા બાદ તેને ફરીથી એ જ કંપનીને લીઝ પર આપી દેવામાં આવી હતી. આ લીઝ દ્વારા દર વર્ષે 1.80 કરોડ રૂપિયાનું ભાડું મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શિખર અગ્રવાલ સામેની ફરિયાદમાં શું-શું છે?
IAS શિખર અગ્રવાલ અને આઈપીએસ પ્રશાખા માથુર સામે સીબીઆઈમાં ફરિયાદ કરીને ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધુ સંપત્તિના આરોપોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.






