વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય કરસન સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પરની એક પોસ્ટમાં મોદીએ લખ્યું, “ગુજરાત વિધાનસભાના સભ્ય કરસન સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના! ૐ શાંતિ!!”
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…!
ૐ શાંતિ…!!
— Narendra Modi (@narendramodi) February 4, 2025
ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડીના ભારતીય જનતા પાર્ટીના MLA કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે અને આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી તેઓની અંતિમ યાત્રા નીકળી હતી. અમદાવાદ ખાતે સિવિલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. દરમિયાન મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.