ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમનો 18મો હપ્તો 5 ઓક્ટોબર, 2024ના રોજ આવશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. આશરે 9.5 કરોડ ખેડૂત લાભાર્થીને તેનો લાભ મળશે.
લાભાર્થી ખેડૂતના ખાતામાં હપ્તાની રકમ જમા થશે કે નહીં આ રીતે ચેક કરો
- સૌ પ્રથમ આ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- અહીંયા તમને Know Your Status ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
- આ પછી તમારે રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. જો આ નંબર ન હોય તો Know Your Registration પર ક્લિક કરીને જાણી લો અને બાદમાં રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ ભર્યા બાદ ગેટ ડિટેલ બટન જોવા મળશે, જેના પર ક્લિક કરવું પડશે.
- આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે.
- જેના પરથી તમને હપ્તાનો લાભ મળશે કે નહીં તે જાણી શકાશે.