IMFથી દેવાં લઈ આતંકવાદમાં ડૂબેલું પાકિસ્તાનઃ UNમાં ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી વખત યુનાઇટેડ નેશન્સ (UN)માં કાશ્મીર અને સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો. હતો. જોકે ભારતે આકરો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને વિકાસના મોડેલ પર ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન તેનાથી વિપરીત, આતંકવાદ, કટ્ટરપંથ અને સતત દેવાંમાં ડૂબેલું છે.

UNમા ભારતના રાજદૂત પર્વતનેની હરીશે બંને દેશોની તુલના કરતા કહ્યું હતું કે એક તરફ ભારત છે, જે એક પરિપક્વ લોકશાહી, એક વિકસતા અર્થતંત્ર અને એક બહુલવાદી તેમજ સમાવેશી સમાજ છે. બીજી તરફ પાકિસ્તાન છે, જે કટ્ટરપંથ અને આતંકવાદમાં ડૂબેલું છે અને જે સતત IMFથી લોન લઇ રહ્યું છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા વધારવા પર ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને સર્વભોમતા સાથે માન આપવું જરૂરી છે. તેમાંથી એક છે આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ. જ્યારે કોઈ સભ્ય દેશને આચરણમાં રત રહીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઉપદેશ આપે એ યોગ્ય નથી.

પાકિસ્તાને ભારે કિંમતે ચૂકવવી પડશે

UNની 80મી વર્ષગાંઠના અવસરે ભારતના રાજદૂત હરીશે જણાવ્યું હતું કે અમે પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને POK કાશ્મીરના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ક્રોસ બોર્ડર ટેરરિઝમને પ્રોત્સાહન આપીને સારા પડોશી તરીકેની ભાવનાનું ઉલ્લંઘન કરનાર દેશોએ ભારે કિંમતે ચૂકવવી પડશે.

સિંધુ જળ સંધિ – આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા નહિ

ભારતે ફરી દોહરાવતાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેની અખંડિતતાને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવો અસ્વીકાર્ય છે. એ સાથે-સાથે ભારતે આ વાત પણ સ્પષ્ટ કરી કે સિંધુ જળ સંધિ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા માટેનો વિષય નથી, જ્યાં સુધી કે પાકિસ્તાન પોતાનાં ઉલ્લંઘનોનો ઉકેલ લાવે નહીં.