અમદાવાદ: શહેરના પોલીસ બેડામાં કુલ 60થી વધુ PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે. જ્યારે બહારથી આવેલા 50થી વધુ PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
13 PIની આંતરિક બદલી
અમદાવાદ શહેર પોલીસમાં 13 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ, નિકોલ, વટવા, સરદારનગર, વાડજ, શાહપુર, સાયબર ક્રાઈમ, સીપી રીડર, EOW, વિશેષ શાખામાં ફરજ બજાવતા PIની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા પીએસઆઈમાંથી પીઆઈનાં પ્રમોશન ઓર્ડર થયા હતા. આ બદલીની સાથે પીઆઈ તરીકે પ્રમોશન મેળવેલા 4 પીઆઈને અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ, મહિલા ઈસ્ટ અને એસઓજીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા 23 ફેબ્રુઆરી 2026નાં રોજ 27 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ આર.જી સિંધુની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી, જોકે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચની રજૂઆત બાદ આ પીઆઈની બદલીનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ જી.એમ ચૌધરીની બદલી કરવામાં આવી છે.