લંડનઃ વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરતી લંડનમાં સાયન્સ મ્યુઝિયમમાં માર્ચ, 2024ના અંતમાં ખુલ્લી મુકાયેલી અદાણી ગ્રીન એનર્જી ગેલેરી એક એવોર્ડવિજેતા નિઃશુલ્ક ગેલેરીએ અત્યાર સુધીમાં 10 લાખ મુલાકાતીઓનું ભલે પધાર્યાના બોલથી સ્વાગત કર્યું છે.
યુકે અને વિદેશની ટેક્નોલોજી અને પ્રકલ્પોને પ્રકાશિત કરતી આ ગેલેરીમાં ઓર્કની પર હાઇડ્રોજન પાવરથી લઈને ભારતમાં ટેરાકોટા એર-કુલિંગ ફેસેડ્સ અને મોરોક્કોમાં સોલાર ફાર્મ સુધીની પ્રસ્તુતિ પરિવારો અને શાળા જૂથો બંનેમાં લોકપ્રિય બની છે. ગેલેરી ખુલ્લી મૂકવામાં આવ્યા બાદ ૧0,000થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાતોના ભાગરૂપે ગેલેરીનું અન્વેષણ કર્યું છે.
અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે લાખો મનને પ્રેરણા આપતી અને ટકાઉપણું અને નવીનતા વિષે સંવાદ પ્રસ્થાપિત કરતી અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના માધ્યમથી અમે ઊર્જા ક્રાંતિના સાક્ષી બનતા સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે માનીએ છીએ કે અદાણી ગ્રીન એનર્જી ટકાઉ ભવિષ્ય બોલ્ડ નવીનતા અને સામૂહિક કામકાજના મૂળ ધરાવે છે. હરિયાળી આવતી કાલને આકાર આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને આ સીમાચિહ્ન પ્રતિબિંબિત કરે છે અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં શિક્ષણની શક્તિ દર્શાવે છે. તેમણે સાયન્સ મ્યુઝિયમ ગ્રુપને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે સ્વચ્છ, વધુ સ્થિતિસ્થાપક વિશ્વ માટે જિજ્ઞાસાને ઉત્તેજિત કરતી અને ઉકેલોને પોષતી આ ગેલેરીને સહયોગ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.
સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર સર ઇયાન બ્લેચફોર્ડે જણાવ્યું હતું કે મુલાકાત લેનારાઓમાં જિજ્ઞાસા જગાડવામાં મદદરૂપ થતી છે અને વધુ ટકાઉ રીતે ઊર્જા ઉત્પન્ન કરવા અને ઉપયોગ કરવાની જરૂરિયાત વિશે સંવાદ શરૂ કરતી આ અનોખી ગેલેરીમાં લાખો મુલાકાતીઓનું સ્વાગત કરવાનો અમને અતિ આનંદ છે. ગેલેરીની એવોર્ડવિજેતા ડિઝાઇન અને પ્રદર્શનમાં રહેલી નોંધપાત્ર વસ્તુઓ પાછળની કથાઓનો આ પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કરવું એ પુરાવો છે. જેણે આ ગેલેરીને શક્ય બનાવી એવા અદાણી ગ્રીન એનર્જીનો આ ઉદાર પ્રાયોજકતા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ઊર્જા ક્રાંતિ:’અનનોન વર્ક્સ’ દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના આર્કિટેક્ટ અને સ્ટુડિયોની ડિઝાઇન કરવામાં આવી હતી. તાજેતરમાં ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન માટે તેના ટકાઉ અભિગમ માટે આર્કિટેક્ટ્સ જર્નલ તરફથી રેટ્રોફિટ અને રિયુઝ એવોર્ડથી નવાજવામાં આવી હતી.એવોર્ડવિજેતા ડિઝાઇનના ભાગ રૂપે મ્યુઝિયમના જૂની વસ્તુઓના સ્ટોરમાંથી ૨00થી વધુ બિનજરૂરી ધાતુના છજાઓનો ઉપયોગ આ ગેલેરીમાં વસ્તુઓ પ્રદર્શિત કરવા કરવામાં આવ્યો છે.સરળતાથી રિસાઇકલ કરી શકાય એ હેતુથી શક્ય હોય ત્યાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીને પ્રકાશિત કરવા માટે ઊર્જા-કાર્યક્ષમ LEDનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે ગેલેરીના નિર્માણ અને સતત કામગીરીમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી રહી છે.
