ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ચાલતા મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને પહોંચતા કરવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એસટીની વોલ્વો અમદાવાદથી શરૂ કરવામાં આવી હતી. હવે આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 4 ફેબ્રુઆરીથી 5 નવી વોલ્વો બસો શરૂ કરવામાં આવી છે.
ચલો, કુંભ ચલે.. !
સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે. મહાકુંભની યાત્રા કરીને આસ્થાની ડુબકી લગાવવાની મહેચ્છા લાખો શ્રદ્ધાળુઓના અંતરમનમાં હોય છે. ગુજરાતના યાત્રિકોની સરળતા માટે રાજ્ય સરકારે અમદાવાદથી પ્રયાગરાજ સુધી ખાસ એ.સી વોલ્વો બસનું આયોજન કર્યું છે.
આજે આ બસ સેવા… pic.twitter.com/sclBAOhzEy
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 27, 2025
જેમાં અમદાવાદ ઉપરાંત હવે વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુકિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે. સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા મધ્યપ્રદેશની બોર્ડર બારણ ખાતે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) ખાતે કરવામાં આવી છે.
એસટીની નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નક્કી કરવામાં આવ્યું છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.