રાષ્ટ્રપતિ મુર્મૂની જાતિ મામલે નિવેદન આપવા બદલ કેજરીવાલ-ખડગે વિરુદ્ધ ફરિયાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવા વિવાદમાં ફસાયા છે. આ બંને સિવાય અન્ય કેટલાક નેતાઓ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જાતિનો ઉલ્લેખ કરીને ભડકાઉ નિવેદનો કરવાનો આરોપ છે. આ નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહની વાત કરતી વખતે તેઓએ આ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં.

આ નેતાઓ પર રાજકીય લાભ માટે આવા નિવેદનો કરીને બે સમુદાયો/જૂથો વિરુદ્ધ દુશ્મનાવટ અને ભારત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પેદા કરવાનો આરોપ છે. આ મામલે આઈપીસીની કલમ 121, 153A, 505 અને 34 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.