વીજળીનું ઉત્પાદન વધતાં માઇનસમાં આવવા લાગ્યું બિલ

નવી દિલ્હીઃ તમે શૂન્ય વીજ બિલ તો સાંભળ્યું હશે, પરંતુ બિલ માઇનસમાં આવી જાય તો. આવું ક્યારેય થતું નથી. એ ત્યારે જ થાય છે, જ્યારે તમે પહેલેથી વધુ પૈસાની ચુકવણી કરી હોય, પણ યુરોપનો એક દેશ એવો છે, જે વિચિત્ર સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. અહીં સ્વચ્છ વીજ એલટી ઉત્પાદન થવા લાગી કે વીજળીની કિંમતો શૂન્યથી નીચે એટલે કે માઇનસમાં ચાલી ગઈ છે. અધિકારીઓને સમજમાં નથી આવતું કે આ સમસ્યાનો હલ કેવી રીતે લાવવો?

ફિનલેન્ડમાં આવું થયું છે. યુક્રેન યુદ્ધને કારણે યુરોપ વીજ સંકટથી ઝઝૂમી રહ્યું છે. કિંમતો આકાશને આંબી રહી છે. આવા સમયે ફિનલેન્ડમાં રિન્યુએબલ એનર્જી વધુ માત્રામાં ઉત્પાદન થઈ રહી છે. ફિનલેન્ડના ગ્રિડ ઓપરેટર ફિંગરિડના CEO ઝુક્કા રુસુનેને જણાવ્યું હતું કે એટલી વધુ વીજ પેદા થવા લાગી છે કે સરેરાશ વીજ મૂલ્ય શૂન્યથી નીચે અથવા માઇનસમાં જતું રહ્યું છે.

યુક્રેન સંકટ પછી વિશ્વમાં વીજ કિંમતો વધવા લાગી તો ફિનલેન્ડે દેશના નાગરિકોને કહ્યું હતું કે વીજળીને સમજીવિચારીને ઉપયોગ કરો. એના માટે કેટલીય વાર આદેશ જારી કર્યો હતો. પછી લાગ્યું કે અંતિમ વિકલ્પ ના હોઈ શકે, ત્યારે ફિનલેન્ડે રિન્યુએબલ એનર્જીનો સહારો લીધો હતો. ખૂબ મૂડીરોકાણ કર્યું છે, જગ્યા-જગ્યાએ એના માટે પ્લાન્ટ બનાવી દીધા. સ્થિતિ એ પેદા થઈ કે કેટલાક મહિનાઓમાં વધુ વીજ પેદા થવા લાગી છે અને હવે ઉત્પાદનમાં કાપ મૂકવાની નોબત આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રદૂષણમુક્ત હવે પર્યાપ્ત વીજ છે. હવે અમે વેચવાનું વિચારી રહ્યા છે.