‘આજ સુધી ભાજપના કોઈ નેતાનું આતંકી હુમલામાં મોત થયું નથી’ : સિદ્ધારમૈયા

રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર કર્ણાટકના નવા સીએમ સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીએ લોકોને સંબોધિત કરતી વખતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો. સિદ્ધારમૈયાએ કહ્યું- “PM મોદી માત્ર આતંકવાદ પર વાત કરે છે, પરંતુ આજ સુધી ભાજપના એક પણ નેતા આતંકવાદી હુમલામાં માર્યા ગયા નથી. ભાજપ કહેતી રહે છે કે અમે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે પરંતુ અમારા કોંગ્રેસના નેતા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંને આતંકવાદી હુમલાનો ભોગ બન્યા હતા.

 

સીએમના ભાષણ બાદ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે બેંગલુરુ પાર્ટી કેડરને સંબોધિત કરતા રાજ્યમાં સરકાર બન્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135થી વધુ બેઠકો જીતી હોવા છતાં, શિવકુમાર પ્રદર્શનથી ખુશ નથી. તેમણે કહ્યું- “અમે વિધાનસભા ચૂંટણીમાં 135થી વધુ બેઠકો જીતી હતી, પરંતુ હું તેનાથી ખુશ નથી. મારા કે સિદ્ધારમૈયાના ઘરે ન આવો. અમારું આગામી લક્ષ્ય લોકસભા ચૂંટણી છે અને તેના માટે આપણે સારી રીતે લડવું જોઈએ.”
આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 135 સીટો જીતીને રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.