ઝોમેટોએ ટ્વીટર પર લોકોને પૂછયું આવું અને પછી…

નવી દિલ્હી: ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો લોકોની વચ્ચે પોતાની હાજરી બતાવવા અવારનવાર પોતાના ટ્વીટર પર કંઈક મનોરંજક વસ્તુઓ શેર કરતી રહી છે. સાથે જ ટ્વીટ્સ મારફતે લોકોના અભિપ્રાયો પણ મેળવે છે. પછી નવા રેસ્ટોરન્ટની જાહેરાત હોય કે, ઓફર્સ કે પછી મનોરંજક ટ્વીટ્સ, ઝોમેટોના ટ્વીટર હેન્ડલ પર તમને આ તમામ સામગ્રી જોવા મળશે. તાજેતરમાં જ ઝોમેટોએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ટ્વિટ કરતા લોકોને પૂછ્યું કે, ‘તમે અત્યાર સુધીમાં કયું અલગ નામનું રેસ્ટોરન્ટ જોયું છે?’

ઝોમેટોએ આ ટ્વિટ 3 ડિસેમ્બરે કર્યું હતુ. ત્યારબાદથી લોકો તેમના ટ્વિટ પર અજીબો ગરીબ રેસ્ટોરન્ટના નામ શેર કરી રહ્યા છે જે તમે જોઈને તમારું હાસ્ય નહીં રોકી શકો.

મહત્વનું છે કે, ઝોમેટોના આ ટ્વિટને અત્યાર સુધીમાં 500થી વધુ લોકોએ લાઈક કર્યું છે અને કેટલાક લોકોએ આના પર કમેન્ટ્સ પણ લખી છે. તો કેટલાક લોકોએ ક્રિએટિવ નામ વાળા રેસ્ટોરન્ટની તસવીરો  પણ શેર કરી છે. જે અમે અહીં તમારા માટે શેર કરી છે.

સાગર નામના ટ્વીટર યૂઝરે યા અલ્લાહ ચલાદે હોટલનો ફોટ શેર કર્યો છે.

આ રૂપેશ નામના યુઝર્સે તો આઈઆઈટીના નામ પરથી હોટલનું જ નામ આપી દીધું.

હીટ એન્ડ રન હોટલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]