વિશ્વ પર્યાવરણ દિવસઃ લોકડાઉનમાં કચરો મુસીબત બન્યો

નવી દિલ્હીઃ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ભારત વિશ્વમાં કચરો પેદા કરનારો સૌથી મોટો દેશ છે, જ્યાં પ્રતિ વર્ષ 30 કરોડ ટન સોલિડ વેસ્ટ પેદા થઈ રહ્યો છે, પરંતુ આપણે એનો 60 ટકા કચરો નિકાલ કરી શકીએ છે. કોરોના કાળમાં લોકડાઉનને કારણે કચરો એકત્ર કરવાનો, એને છાંટવાની અને રિસાઇકલ કરવાની વ્યવસ્થા ઘટી ગઈ છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન કચરાના નિકાલમાં 25 ટકાનો ઘટાડો થયો છે અને આ વર્ષે પણ લોકડાઉનના બીજા તબક્કામાં 15-20 ટકા કામ પ્રભાવિત થયું છે. હાલ નગરપાલિકા અને કેટલીક એજન્સીઓ સુચારી રીતે કામ કરી રહી છે.

કોરોના કાળમાં હોસ્પિટલો અને કોવિડ કેર કેન્દ્રોમાંથી નીકળી રહેલો મેડિકલ કચરો પર પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે, કેમ કે મોટા ભાગની હોસ્પિટલોની પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા જ નથી. અગ્રણી ફૂડ એન્ડ પેકેજિં સમાધાન કંપન- ટેટ્રાપેકના સસ્ટેનેબિલિટી ડિરેક્ટર જયદીપ ગોખલે કહે છે કે અસંગઠિત ક્ષેત્રના કામદારો કચરો એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ લોકડાઉનને કારણે આ લોકોમાંથી ઘણા પલાયન કરી ગયા છે.

ભારતમાં 1.50થી 1.70 લાખ ટન કચરો રોજ નીકળે છે, જે જળ વાયુ અને ભૂતળ પ્રદૂષણનું કારણ બની રહ્યો છે. આમાંથી 25 ટકાનો નિકાલ થઈ શકે છે. 60 ટકા લેન્ડ ફિલ સાઇટ સુધી પહોંચી જાય છે. ભારતમાં 75 ટકાથી વધુ કચરો ખુલ્લામાં ડમ્પ કરવામાં આવે છે.

વર્લ્ડ બેન્કનો રિપોર્ટ કહે છે કે દિલ્હીમાં આશરે 30 લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે, જે બેંગલુરુ, હૈદરાબાદ જેવાં શહેરોની તુલનામાં અનેક ગણો વધુ છે.